આંબેડકર આવાસ યોજના 2025: આંબેડકર આવાસ યોજના 2025 ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક મહત્વાકાંક્ષી યોજના છે જે અનુસૂચિત જાતિના નબળી વર્ગના લોકો માટે તેમના જીવનમાનને સુધારવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, ગરીબી રેખા નીચે જીવન જીવતા અથવા ઘર વિહોણા એવા લાભાર્થીઓને પાકી ઘરો બાંધવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે.
અનુસૂચિત જાતિના નબળી સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને આવાસો પૂરા પાડવાના છે તેમજ ઘર વિહોણા અને ખુલ્લા ધરાવતા લોકોને સરકાર પાકું ઘર બાંધકામ માટે કુલ 1,20,000 ની સહાય આપશે. આ સહાય કુલ ત્રણ હપ્તામાં આપવામાં આવશે. આ યોજનામાં પ્રથમ હપ્તો 40,000 નો બીજો હપ્તો 60,000 નો અને ત્રીજો હપ્તો 20,000 નો કુલ ₹1,20,000 આપવામાં આવશે
આંબેડકર આવાસ યોજના 2025 શું છે?
ડોક્ટર આંબેડકર આવાસ યોજના 2025 થી ગુજરાતમાં વસતા અનુસૂચિત જાતિના લોકોને ઘર બાંધવા માટે રૂપિયા 1,20,000 ની સહાય આપવામાં આવશે આ રકમ કુલ ત્રણ હપ્તામાં આપવામાં આવશે આ રકમથી સારું મકાન બનાવી શકાય છે તેમજ મફતમાં મકાન મળી જાય છે આ યોજનાનો લાભ સફાઈ કર્મીઓ તેમજ જેમનું કાચું મકાન હોય તેમને આ યોજનાનો લાભ મળશે.
આંબેડકર આવાસ યોજના 2025 નો ઉદ્દેશ શું છે?
ડોક્ટર આંબેડકર આવાસ યોજના 2025 થી ગુજરાતમાં વસતા અનુસૂચિત જાતિના લોકોને ઘર બાંધવા માટે રૂપિયા 1,20,000 ની સહાય આપવામાં આવશે આ રકમ કુલ ત્રણ હપ્તામાં આપવામાં આવશે આ રકમથી સારું મકાન બનાવી શકાય છે તેમજ મફતમાં મકાન મળી જાય છે આ યોજનાનો લાભ સફાઈ કર્મીઓ તેમજ જેમનું કાચું મકાન હોય તેમને આ યોજનાનો લાભ મળશે.
આંબેડકર આવાસ યોજના 2025 પાત્રતા Ambedkar Awas Yojana 2025 Eligibility Gujarat
- આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ
- અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ
- આ રકમ ત્રણ હપ્તોમાં ચૂકવવામાં આવશે પ્રથમ હપ્તો ₹40,000 નો બીજો હપ્તો 60000 નો અને ત્રીજો હપ્તો 20,000 નો આ રીતે રકમ ચૂકવવામાં આવશે Ambedkar Awas Yojana 2025 Check Status gujarat
- જો લાભાર્થી અગાઉ આ પ્રકારની યોજનાનો લાભ લીધેલ હોય તો અરજી નામંજૂર કરવામાં આવશે
- આવાસ સહાયનો બીજો હપ્તો મળ્યા બાદ લાભાર્થીએ આવાસ નું કામ એક વર્ષમાં પુરુ કરવાનું રહેશે
- આ યોજનાનો લાભ ફક્ત અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વ્યક્તિ લઈ શકશે
- ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક 6 લાખ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ
- અરજી ઓનલાઇન થઈ ગયા પછી અરજીની બે નકલો અરજદારે જિલ્લા પંચાયતમાં જમા કરાવવાની રહેશે
- જ્યારે ઘર સંપૂર્ણ રીતે બની જાય ત્યાર પછી ફરજિયાત પણે આંબેડકર આવાસ યોજનાની તકતી લગાવવાની રહેશે
એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી કરવાની જાણો સંપૂર્ણ રીત સ્ટેપ બાય સ્ટેપ
આંબેડકર આવાસ યોજના 2025 લાભ Ambedkar Awas Yojana 2025 Gujarat Benefits
આંબેડકર આવાસ યોજના 2025 ડૉ. આંબેડકર આવાસ યોજના 2025 મુજબ, ગુજરાતમાં વસતા અનુસૂચિત જાતિના લોકોને ₹1,20,000 ની સહાય આપવામાં આવશે. આ રકમ ત્રણ હપ્તાઓમાં આપવામાં આવશે:
- પ્રથમ હપ્તો: ₹40,000
- બીજો હપ્તો: ₹60,000
- ત્રીજો હપ્તો: ₹20,000
આંબેડકર આવાસ યોજના 2025 માટે જરૂરી દસ્તાવેજો (Ambedkar Awas Yojana 2025 Gujarat Documents)
- આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- જાતિનો પુરાવો
- આવકનો પુરાવો
- રહેઠાણનો પુરાવો
- જમીન માલિકીના દસ્તાવેજો
- બેંક પાસબુક
- મકાન બાંધકામ પ્રમાણપત્ર
- પ્લોટનો ફોટો જ્યાં મકાન બાંધવામાં આવશે
- પતિના મરણનો દાખલો (જો વિધવા હોય તો)
- સ્વ ઘોષણા પત્ર
આંબેડકર આવાસ યોજના 2025 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ (esamajkalyan.gujarat.gov.in) પર જાઓ.
- લોગિન કરો અથવા નવું યુઝર ID બનાવો.
- પછી “ડિરેક્ટર અનુસૂચિત જાતિ કલ્યાણ” પર ક્લિક કરો અને આંબેડકર આવાસ યોજના પસંદ કરો.
- જરૂરી માહિતી દાખલ કરો અને સેવ કરો.
- ફોર્મ પ્રિન્ટ કરીને જરૂરી દસ્તાવેજો સાથે નજીકની જિલ્લા કચેરીમાં સબમિટ કરો.
- અધિકારીઓની પુષ્ટિ બાદ, લાયકાત પર આધારિત રકમ તમારી બેંક ખાતામાં જમા થશે.