બ્રેકિંગ ન્યૂઝ :વાવાઝોડાની મોટી અસર, ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, બનાસકાંઠામાં છાંટા પડયા

varsad ni agahi 2025
---Advertisement---

બ્રેકિંગ ન્યૂઝ :વાવાઝોડાની મોટી અસર, ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, બનાસકાંઠામાં છાંટા પડયા varsad ni agahi 2025

ગુજરાતનું વાતાવરણ ભયંકર રીતે કરવટ બદલી રહ્યું છે. ઠંડીની આવજા ચાલુ છે. આ વચ્ચે હવે ગુજરાતમાં વાદળો મંડરાયા છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આજથી ગુજરાતમાં સંકટના વાદળો છવાશે. ગુજરાતમાં ફરી વાદળો મંડરાયા છે, અને કમોસમી વરસાદની આગાહી આવી છે. બનાસકાંઠામાં વરસાદી છાંટા આવ્યા છે. પલટાઈ ગઈ ઠંડીની આગાહી!

ગુજરાતમાં ઠંડીનો પારો ઉંચોનીચો થઈ રહ્યો છે. શુક્રવાર સુધી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી હતી. પરંતું શનિવારથી અચાનક રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ છે. જેથી લોકોને રાહત અનુભવાઈ રહી છે. અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યભરમાં ઠંડીનો પારો નીચે ગયો છે. તો બીજી તરફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. વાતાવરણમાં પલટા બાદ પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા આવ્યા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. ઘઉં, રાયડો, જીરું જેવા પાકોને લઈને ખેડૂતોની ચિંતા વધી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment